મુંબઈના બાન્દ્રા વર્લી સી લિંક પર ઘટેલી એક ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થઇ ગયું હતું, જ્યારે એક ઇજોગ્રસ્તે સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી નાખ્યો. આ ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ ઘટનાનો હૃદય કંપાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે. મુંબઈના
વર્લી પોલીસ સ્ટેશનની પોલીસે આ ઘટનામાં કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના જૂની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળેલી જોણકારી પ્રમાણે, મુંબઈના બાન્દ્રા વર્લી સી લિંક પર એક ટેક્સીએ બે લોકોને ટક્કર મારી હતી.
વીડિયોમાં જોવા મળે છે કે ટેક્સીના ટક્કર માર્યા પછી બંને લોકો હવામાં ઉછળીને નીચે પડતા દેખાય છે. આ ઘટનામાં અમર મનીષ જરીવાલાનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે બીજો ઇજોગ્રસ્તનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેણે દમ તોડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અમર મનીષ જરીવાલા પશુ-પક્ષીઓને લઈને ઘણો સંવેદનશીલ હતો અને આ સંવેદનશીલતા તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. અમરે બાન્દ્રા વર્લી સી લિંક પર પોતાની કારથી ઇજોગ્રસ્ત થયેલા ગરુડને બચાવવા માટે ગાડી રોકાવી હતી. અમર મનીષ જરીવાલાએ પોતાની કાર રોકાવી અને ડ્રાઈવર શ્યામ સુંદર કામત સાથે ગરુડને બચાવવા માટે નીચે ઉતર્યો હતો.
અમર અને તેનો ડ્રાઈવર ગાડીમાંથી બહાર નીકળ્યા તે સમયે જ બીજો લેનમાં આવી રહેલી એક ટેક્સીએ તેમને ટક્કર મારી હતી. ટેક્સીની ટક્કર એટલી જોરદાર હતી કે અમર અને ડ્રાઈવર શ્યાન સુંદર બંને હવામાં ઉછળ્યા અને ટેક્સીની આગળ જઈને રસ્તા પર પડ્યા હતા. અમર મનીષ જરીવાલાનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજોગ્રસ્ત ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા બાદ હવે વર્લી પોલીસ સ્ટેશનની પોલીસે ટક્કર મારનાર ટેક્સી ચાલક વિરુદ્ધ કેસ કર્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે અમર મનીષ જરીવાલા પીએનસી રોડ સ્થિતિત એક સોસાયટીમાં રહે છે. તે કોઈ કામથી મલાડ જઈ રહ્યો હતો. મલાડ જવા માટે અમરે સી લિંકનો રસ્તો પસંદ કર્યો હતો. બાન્દ્રા વર્લી સી લિંક પર માત્ર ફોર વ્હીલરને જ પરવાનગી હોવાથી મોટે ભાગે બધા ગાડીઓ ફૂલ સ્પીડે ચલાવતા જોવા મળે છે. તેવામાં અચાનક સામે કોઈ આવી જોય તો પણ અચાનક બ્રેક મારી સામેવાળાને બચાવવું ઘણું મુશ્કેલ બને છે.