(એ.આર.એલ),મુંબઇ,તા.૩૧
નવી મુંબઈના ઉલવેમાં ત્રણ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક જનરલ સ્ટોર અને એક મકાનમાં આગ લાગી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને એક ઈજાગ્રસ્ત થયો હતો. ‘મૃત્યુ પામેલાઓમાં બે બાળકો પણ સામેલ છે.’સિલિન્ડર ફાટવાના કારણે દુકાનમાં આગ લાગી હતી. ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રમેશ તરીકે ઓળખાતા દુકાનદારને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને હાલમાં તે હોસ્પટલમાં સારવાર હેઠળ છે, જ્યારે તેમની પત્ની અને બે બાળકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ અને ફાયર વિભાગ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે.