મુંબઈ મહાનગરપાલિકા વાહનોથી ફેલાતા પ્રદૂષણને રોકવા માટે આગામી છ મહિનામાં ઈકો-ફ્રેન્ડલી ઈ-વ્હીકલ પોલિસી બનાવશે અને તેનો અમલ કરશે.જેને લઇ નગર વિકાસ વિભાગને આ નીતિ માટે ડેવલોપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેટરીમાં જોગવાઈ કરવા વિનંતી કરવામાં આવશે.આ નીતિ હેઠળ મુંબઈમાં નવી ઈમારતો અને કોમશયલ ઈમારતોમાં ઈ-વાહનો માટે ૨૦% પા‹કગ તેમજ ઈલેક્ટ્રીક વાહન ચાર્જિગ સ્ટેશન આપવાનું ફરજિયાત રહેશે.જેના બદલામાં પાલિકા બિલ્ડરને ટેક્સમાં કેટલીક છૂટ આપવા માગે છે.આમ મુંબઈ મહાનગરપાલિકા પોલિસી તૈયાર કરી રહી છે.જે પોલિસી આગામી ૬ મહિનામાં પૂર્ણ કરીને લાગુ કરવામાં આવશે.
મુંબઈમાં વધી રહેલા શહેરીકરણ સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.ત્યારે આ પ્રદૂષણને રોકવા અને ઈલેક્ટ્રીક વાહનોને પર્યાવરણને અનુકૂળ વાહન તરીકે પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ઈલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિગ પોલિસી ઘડી છે.બીજીતરફ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ઈલેક્ટ્રીક વ્હીકલ પોલિસી લાગુ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે એપ્રિલ ૨૦૨૨ પછી સરકાર અને પાલિકા વહીવટીતંત્ર દ્વારા ફક્ત ઇલેક્ટ્રીક વાહનો જ ખરીદવામાં આવશે અને ફક્ત તે જ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.મુંબઈમા વર્તમાનમા ૫૦૬૬ ઇલેક્ટ્રીક વાહનો છે.
જ્યારે વર્ષ ૨૦૧૯માં ૬૪૨ ઇલેક્ટ્રીક વાહનો નોંધાયા હતા.જે વર્ષ ૨૦૨૦માં ૧૪૨૨ વાહનો નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૧માં ૩૦૦૨ વાહનો નોંધાયા હતા.આ સિવાય બેસ્ટ પાસે વર્તમાનમા તેના કાફલામાં ૩૮૬ ઇલેક્ટ્રીક બસો છે.જે વર્ષ ૨૦૨૩ સુધીમાં ૩૦૦૦ ઈલેક્ટ્રીક બસોનો કાફલો રચવામાં આવશે.હાલમાં મુંબઈમાં ૬ ઇલેક્ટ્રીક વાહન ચાર્જિગ સ્ટેશન છે.ત્યારે નજીકના ભવિષ્યમાં ૧૫૦૦ ઇલેક્ટ્રીક વાહન ચાર્જિગ સ્ટેશન સ્થાપવા માંગે છે.