બાબરાના મીયા ખીજડીયા ગામે પાણી કનેકશન મુદ્દે દિયરની ભાભી સાથે માથાકૂટ થઈ હતી. આ અંગે લધુભાઇ સાડમીયાએ વનાભાઇ સાડમીયા, રાયધનભાઇ સાડમીયા, લાભુબેન સાડમીયા તથા જાહલબેન સાડમીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેના ઘર પાસે ગ્રામપંચાયતે નવી પાણીની પાઇપલાઇન નાખી હતી. જેથી તેઓ તથા તેનો દીકરો વિપુલ ત્યાં નવું પાણીનું કનેકશન લેતા હતા. તે દરમિયાન તેમના મોટાભાઇએ કહ્યું કે, તું પાઇપલાઇનમાં મોટો હોલ ના પાડતો અને લાઇન આડા અવળી ના કરતો. જેથી તેમણે મે કોઇ પાઇપ ફેરવી નથી, જેમ છે તેમ જ છે એમ કહેતા ભાઈ તથા ભાભી ગાળો દેવા લાગ્યા હતા. જેના કારણે દેકારો થતા ભત્રીજો રાયધન તથા તેની પત્ની જાહલ ત્યાં આવ્યા હતા. રાયધને તેમના કાનના ભાગે લાકડી મારી દીધેલ તથા ભાઇએ તેમની દીકરીને આડો ત્રિકમ માર્યો હતો તથા ભાઇ-ભાભી તથા ભત્રીજાની વહુએ તેમના દીકરા વિપુલને છુટા હાથે માર માર્યો હતો.