લીલીયાના ક્રાંકચ ગામ પાસે હાથસણી ગામના શાકભાજી વિક્રેતાને મીની ટ્રક ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે હાથસણી ગામે પ્રદિપભાઈ શીવરાજભાઈ ખુમાણની વાડીએ રહેતા મૂળ ડોળીયા ગામના હિંમતભાઈ રાઘવભાઈ પરમાર (ઉ.વ.૫૨)એ જીજે-૦૨-એક્સએક્સ-૮૭૦૧ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાનું મોટરસાઇકલ ચલાવી ક્રાંકચ ગામેથી ગારીયાધાર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવવા જતા હતા. તે વખતે ક્રાંકચ ગામેથી થોડે આગળ પહોચતા GJ-૦૨-XX-૮૭૦૧ નંબરના મીની ટ્રકના ચાલકે તેમના મોટરસાઇકલ સાથે મીની ટ્રક ભટકાવી બંને પગે, જમણા હાથે તથા ડોક પાછળ મણકામાં ફ્રેક્ચર તથા શરીરે અન્ય નાની મોટી ઇજાઓ કરી હતી.
અકસ્માત સર્જી આરોપી પોતાનો મીની ટ્રક લઇ સ્થળ પરથી નાસી ગયો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.







































