અમરેલી જિલ્લાના મીતીયાળાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ વાડી વિસ્તારમાંથી ૫ થી ૭ કિલોમીટરનું અંતર કાપીને અભ્યાસ કરવા માટે આવે છે. આ શાળાના બે વિદ્યાર્થીઓ- સાંખટ રાહુલ કાળુભાઇએ ૬૧ માર્ક અને બાંભણિયા ઊર્મિલા લખધીરભાઇએ ૫૭ માર્ક સાથે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પ્રધાનમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષા – ૨૦૨૪ સફળતાપૂર્વક પાસ કરી હતી. શ્રી મીતીયાળા પ્રા.શાળા તથા ગામનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર બંને વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી આનંદની લાગણી અનુભવે છે. સરકારની યોજના મુજબ, જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ધોરણ-૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૨૨૦૦૦ સ્કોલરશીપ મળશે. ધોરણ- ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને રૂપિયા ૨૫,૦૦૦/- સુધી સ્કોલરશીપ મળશે. સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ધોરણ ૯ અને ૧૦માં વાર્ષિક રૂ. ૬૦૦૦ સ્કોલરશીપ મળશે.