અભિનેતા ડીનો મોરિયા ફરી એકવાર મીઠી નદી સફાઈ કૌભાંડના સંદર્ભમાં ડીનો મોરિયા મુંબઈ પોલીસ કમિશનરની ઓફિસ પહોંચ્યા, જ્યાં તેમની કથિત મીઠી નદીના કાદવ કાઢવાના કૌભાંડના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. આર્થિક ગુના શાખા આ કેસની તપાસ કરી રહી છે. આ કૌભાંડના સંદર્ભમાં અભિનેતા અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થઈ ચુક્યા છે. મુખ્યત્વે મુંબઈ પોલીસની ઈર્ંઉ શાખા દ્વારા નોંધાયેલા આ કેસમાં છેતરપિંડી, કરારોને પ્રભાવિત કરવા અને કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતનો આરોપ છે, જેના પરિણામે મ્સ્ઝ્રને આશરે ૬૫ કરોડનું નુકસાન થયું છે.
મીઠી નદી કૌભાંડમાં પૂર નિવારણ અને ડ્રેનેજ હેતુઓ માટે મુંબઈની મીઠી નદીની સફાઈ અને ડિસેલટીગ સંબંધિત આશરે ૬૫ કરોડની કથિત નાણાકીય અનિયમિતતાઓ અને ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે. મીઠી નદી સફાઈ માટે મળેલા ભંડોળનો દુરુપયોગ કરવાના શંકાસ્પદ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સાથેના કથિત સંબંધોની તપાસમાં મોરિયાનું નામ સામે આવ્યું છે.અહેવાલ મુજબ, ૨૦૨૫માં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ આ કેસની તપાસના ભાગ રૂપે મુંબઈ અને કોચીમાં ૧૫ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં મોરિયાના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે.
૨૦૦૫ના મુંબઈના વિનાશક પૂર પછી મીઠી નદીમાંથી કાંપ કાઢવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય નાગરિક એજન્સીઓએ મીઠી નદી સ્વચ્છતા પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટનો હેતુ નદીના પટમાંથી કાટમાળ દૂર કરવાનો અને પૂર વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે તેની જાળવણી કરવાનો હતો. ત્યારબાદ થયેલી તપાસમાં પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલા કામ અંગે પ્રશ્નો ઉભા થયા. રેકોર્ડમાં દર્શાવેલ કાટમાળ કાઢવાના કામ અને પૂર્ણ થયેલા વાસ્તવિક કામ વચ્ચે કથિત રીતે વિસંગતતા જાવા મળી હતી, જેનાથી પ્રોજેક્ટ ભંડોળના ઉપયોગ અંગે પ્રશ્નો ઉભા થયા હતા.
દિશા સાલિયનના મૃત્યુની ચાલી રહેલી તપાસમાં મોરિયાની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બે હાઈકોર્ટે ૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ આ કેસમાં નવી તપાસનો આદેશ આપ્યો હતો. સાલિયનના પિતા સતીશ સાલિયનના નિવેદન બાદ, સીબીઆઇએ ૧૪ સપ્ટેમ્બરના રોજ એફઆઇઆર નોંધી હતી. સતીશે આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રી (દિશા સાલિયન) પર સામૂહિક બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, સતીશ સલિયનના નિવેદનમાં ડીનો મોરિયા, સૂરજ પંચોલી અને તેમના અંગરક્ષકો, તેમજ રોહન રોય, રિયા ચક્રવર્તી, પરમબીર સિંહ, સચિન વાઝે અને અન્ય લોકોના નામ શામેલ છે.