બોલીવુડમાં આજકાલ લગ્નની સીઝન ચાલી રહી છે. તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના જીવનની નવી શરૂઆત કરી છે અને હવે બધાની નજર કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન પર ટકી ગઈ છે. તેમના લગ્ન ડિસેમ્બરના બીજો સપ્તાહમાં થશે. પરંતુ હવે સમાચારો એવા આવી રહ્યા છે કે આમિર ખાન પણ ત્રીજો લગ્ન કરવા જઈ રહ્યા છે. થોડા મહિનાઓ પહેલા આમિર ખાને અચાનક પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. આ દરમ્યાન બંનેએ એક નિવેદન જોહેર કરીને કહ્યું હતું કે તેઓ હવે પતિ-પત્ની નથી પરંતુ અમે કો-પેરેન્ટ્‌સ છીએ અને એકબીજોના પરિવાર તરીકે રહીશું. આમિર ખાને અને કિરણ રાવના આ સ્ટેટમેન્ટથી લોકો ઘણા જ ચોકી ગયા હતા.
તો, હવે સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આમિર ખાન ત્રીજો લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે અને તે ટૂંક જ સમયમાં ત્રીજો લગ્નના બંધનમાં બંધાઈ જશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ખાન પોતાના લગ્નની જોહેરાત પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્‌ર્ઢાની રિલીઝ બાદ કરશે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થશે. એટલે માનવામાં આવી રહ્યું છે કે આમિર ખાન આવતા વર્ષે એપ્રિલમાં પોતાના ત્રીજો લગ્નની જોણકારી ફેન્સને આપશે. એટલું જ નહીં ગોસિપ્સ તો એવી પણ થઇ રહી છે કે આમિર પોતાની કોઈ કો-સ્ટાર સાથે લગ્ન કરવાના છે.
આમિર ખાન અને કિરણ રાવના અચાનક થયેલા છૂટાછેટા બાદ સોશિયલ મીડિયા પર અભિનેત્રી ફાતિમા સના શેખ ઘણી જ ટ્રોલ થઇ હતી. ફાતિમા આમિર ખાન સાથે ‘દંગર્લ અને ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાર્નમાં જોવા મળી હતી. એવી અફવાહ ઉડી હતી કે આમિર ખાન અને ફાતિમા સના શેખ રિલેશનશિપમાં છે. જોકે, ધીરે ધીરે આ અફવાઓ શાંત થઇ ગઈ હતી.
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અત્યારસુધી ૨ લગ્નો કરી ચુક્યા છે. તેમણે પહેલા લગ્ન વર્ષ ૧૯૮૭માં રિના દત્તા સાથે કર્યા હતા. વર્ષ ૨૦૦૨માં તેમના છૂટાછેટા થઇ ગયા હતા. ત્યારબાદ આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, તેમના લગ્ન પણ લામો સમય ન ટક્યા. આમિર ખાનની ત્રણ સંતાનો છે જેમના નામ ઇરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન છે.