જુહી ચાવલા ૧૩ નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. ફિલ્મોમાં આવતા પહેલા જુહીએ વર્ષ ૧૯૮૪માં મિસ ઈન્ડિસયાનો ખિતાબ જીત્યો હતો. તેણે ૧૯૮૬માં આવેલી ફિલ્મ સુલતાનતથી હિન્દી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. જાકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી તે દક્ષિણ ભારતીય ઉદ્યોગ તરફ વળી. ત્યાં થોડી ફિલ્મો કર્યા પછી જુહી ફરી બોલિવૂડ તરફ વળી. જુહી ચાવલાને તેનો પહેલો મોટો બ્રેક ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં મળ્યો હતો. આ ફિલ્મ હિટ સાબિત થઈ અને તેનો ફાયદો જુહી ચાવલાને મળ્યો. આમાં તેની સાથે આમિર ખાન હતો. આ પછી જુહી વર્ષ ૧૯૯૦માં ફિલ્મ ‘પ્રતિબંધ’માં જાવા મળી હતી. વર્ષ ૧૯૯૨માં તેણે ‘બોલ રાધા બોલ’ ફિલ્મ કરી હતી, જેમાં તેની સાથે ઋષિ કપૂર હતા. જુહી ચાવલાએ એક પછી એક ત્રણ હિટ ફિલ્મો આપી, ‘આયના’, ‘હમ હૈ રાહી પ્યાર કે’ અને ‘ડર’. ‘હમ હૈ રાહી પ્યાર કે’માં જુહી ચાવલાના અભિનયને તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ અભિનય માનવામાં આવે છે. તેમાં આમિર ખાન સાથેની તેની જાડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. ૧૯૯૦ અને ૧૯૯૯ વચ્ચે જુહી ચાવલાની મોટાભાગની ફિલ્મો હિટ રહી હતી. શાહરૂખ ખાન અને જુહી ચાવલાને એક સાથે પણ દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા. ડર બાદ તે ફરી એકવાર શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘ડુપ્લિકેટ’માં જાવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી પરંતુ તેમાં શાહરૂખ અને જૂહીનીજોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણી તેના બબલી પર્ફોર્મન્સથી સૌને હસાવવામાં પણ સફળ રહી. જુહી ચાવલા તેના કોમિક ટાઈમિંગ માટે જાણીતી છે. તેણે ‘યસ બોસ’, ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’ અને ‘દીવાના મસ્તાના’ સહિતની હળવી-હળવી કોમેડી ફિલ્મો પણ કરી હતી. અંગત જીવનની વાત કરીએ તો જુહીએ વર્ષ ૧૯૯૫માં બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો જાહ્નવી અને અર્જુન છે.