એક્ટ્રેસ અંકિતા લોખંડે આજે એટલે કે ૧૯ ડિસેમ્બરે પોતાનો ૩૭મો જન્મદિવસ ઉજવી રહી છે. ૧૪ ડિસેમ્બરે લગ્ન કરનારી અંકિતાનો મિસિસ જૈન બન્યા પછીનો આ પહેલો બર્થ ડે છે. લગ્ન પછીનો પહેલો બર્થ ડે અંકિતાએ પોતાના ઘરે મમ્મી, પતિ વિકી અને એક્ટ્રેસ આશિતા ધવન નિકટના ફ્રેન્ડ્સ સાથે ઉજવ્યો હતો. અંકિતાએ મિડનાઈટ બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. લગ્ન પછી અંકિતા પહેલો બર્થ ડે ઉજવી રહી છે ત્યારે તેના માટે મિસિસ જૈન લખેલી કેક લાવવામાં આવી હતી. અંકિતાના બર્થ ડે સેલિબ્રેશન માટે બે કેક લવાઈ હતી જેમાંથી એક પિનાટા કેક હતી. આ કેક તોડતી વખતે અંકિતાના ચહેરાના એક્સપ્રેશન જાવાલાયક હતા. કેક કાપતી વખતે અંકિતા અને પતિ વિકી જૈન એકબીજા પર પ્રેમ વરસાવતા જાવા મળ્યા હતા. વિડીયોમાં ફ્રેન્ડ્સ હેપી બર્થ ડે મિસિસ જૈન કહેતા પણ જાવા મળે છે. અંકિતાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મિત્રો અને પરિવારજનો સાથે કરેલા મિડનાઈટ બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે. અંકિતા લોખંડેના પતિ વિકી જૈને તેના બર્થ ડે ખૂબસૂરત તસવીર શેર કરીને શુભકામના પાઠવી છે. વિકીએ રોમેન્ટિક તસવીર શેર કરતાં લખ્યું, હેપી બર્થ ડે મિસિસ જૈન. જવાબમાં અંકિતા લોખંડેએ લખ્યું, થેન્ક્યૂ સો મચ મિસ્ટર જૈન. દરમિયાન ફેન્સ અને અંકિતા-વિકીના મિત્રો પણ કોમેન્ટ કરીને જાડીના વખાણ કરી રહ્યા છે. અંકિતા લોખંડે માટે આ અઠવાડિયું ખૂબ જ થકવી નાખનારું રહ્યું હતું. ૧૧ તારીખે મહેંદી સેરેમની સાથે અંકિતા અને વિકીના લગ્ન પ્રસંગો શરૂ થયા હતા. અંકિતા અને વિકીના પ્રી-વેડિંગ ફંક્શન તેમજ લગ્નના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. સામે આવેલા દરેક વિડીયોમાં અંકિતા પ્રસંગને માણતી અને નાચતી જાવા મળી હતી. આખું અઠવાડિયું ખૂબ દોડધામવાળું રહ્યું ત્યારે અંકિતા થાકી ગઈ હશે. તેના બર્થ ડે સેલિબ્રેશનનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં અંકિતા થાકીને સોફા પર સૂઈ ગઈ છે જ્યારે બાકીના લોકો પાર્ટીના મૂડમાં જાવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્નમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણાં સેલિબ્રિટીઝ સામેલ થયા હતા. ફિલ્મ ‘મણિકર્ણિકા’ની કો-એક્ટ્રેસ કંગના રનૌત પણ અંકિતા-વિકીની કોકટેલ પાર્ટીમાં સામેલ થઈ હતી. ૧૪ ડિસેમ્બરે લગ્ન બાદ અંકિતા-વિકીનું મુંબઈમાં જ રિસેપ્શન યોજાયું હતું. કપલનું વિકીના હોમટાઉનમાં પણ રિસેપ્શન યોજાવાનું હતું પરંતુ વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હાલ રદ્દ કરવામાં આવ્યું છે.