રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં મંગળવારે સાંજે પૈતૃક મિલકત અને પેઢીના વિભાજનના વિવાદે એટલુ ઉગ્ર સ્વરૂપ લીધું કે સગા ભાઈએ જ સગા ભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ગુજરાત કિસાન સંઘના પ્રમુખ તરીકે જાણીતા સુરેશ કણસાગરા ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે આરોપી નાનો ભાઈ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાન હરિ કણસાગરા હાલ ફરાર છે.મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી બંને ભાઈઓ વચ્ચે પૈતૃક જમીન, ખેતરો તેમજ ઘર-વાડાના વિભાજનને લઈને સતત તણાવ ચાલતો હતો. મંગળવારે સાંજે સુરેશ કણસાગરા પોતાના ઘરે હતો ત્યારે હરિ કણસાગરાએ જૂના વિવાદને લઈને ઝઘડો શરૂ કર્યો હતો.આ ઝગડો એટલો ઉગ્ર બન્યો હતો કે થોડી જ વારમાં હરિ કણસાગરાએ લાકડી, પથ્થર અને ધારદાર હથિયારોથી સુરેશ કણસાગરા પર હુમલો કર્યો હતો. માથા પર, હાથ-પગ પર અનેક ફટકા પડતાં સુરેશ કણસાગરા લોહીથી ખરડાયો અને બેભાન થઈ ગયો હતો. સુરેશ કણસાગરાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલલમાં ખસેડવામાં આવ્યા.તેમને ગંભીર ઈજા પહોચી છે.સુરેશ  કણસાગરાના પુત્ર વિકાસ કણસાગરાએ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હરિ કણસાગરા સામે જીવલેણ  હમલની ફરિયાદ નોંધાવી છે.રાજકોટ જિલ્લા કલેકટર સામે છેલ્લા ત્રણ માસના જમીન પચાવી પાડવાના ૧૮૧ ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી ૧૧૮ કેસો તપાસ કર્યા વગર પડતાં મુક્વામાં આવ્યા છે.તેમજ જમીન અને મિલકત સંબંધિત ગુનાઓ પણ વધી રહ્યા છે. જાકે, સરકારી તંત્રની બેદરકારીને કારણે જમીન અને મિલકત પચાવી પાડવાનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૯૦ દિવસમાં, જમીન કે પ્રોપર્ટી પચાવી પાડવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ ૧૮૧ ફરિયાદો નોંધાઈ છે. આમ, રાજકોટમાં દરરોજ સરેરાશ બે ફરિયાદો નોંધાય છે. તેની સરખામણીમાં, નિરાકરણની પ્રક્રિયા અત્યંત ધીમી છે. આ મહિને, જમીન પચાવી પાડવાની સમિતિએ લાંબા સમયગાળા પછી થયેલ બેઠકમાં ફક્ત બે કેસમાં પોલીસ ફરિયાદો દાખલ કરવાનો નિર્ણય લીધો.