ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની. ચુનાર જંકશન પર ટ્રેનમાંથી ઉતર્યા પછી રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે છ મુસાફરો ટ્રેનની ટક્કરે અથડાઈ ગયા. આ ઘટનાથી સ્ટેશન પર હોબાળો મચી ગયો. મૃતકોના મૃતદેહો જાઈને લોકો ચોંકી ગયા.સવારે લગભગ ૯ઃ૧૫ વાગ્યે, આ મુસાફરો ગોમોહ પ્રયાગરાજ એક્સપ્રેસમાંથી ઉતર્યા પછી ખોટી બાજુથી રેલ્વે લાઇન ક્રોસ કરી રહ્યા હતા. તેમને પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી પસાર થતી કાલકા મેઇલ ટ્રેને ટક્કર મારી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બધા દક્ષિણાચલથી ગંગામાં સ્નાન કરવા માટે આવી રહ્યા હતા. આ ઘટનામાં મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. ઘટનાસ્થળે મૃતદેહો જાઈને લોકો ભયભીત થઈ ગયા.