૭૩ વર્ષની ઉંમરમાં મિથુન ચક્રવર્તીને અચાનક છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અભિનેતાના દિકરાએ હેલ્થ અપડેટ આપ્યા પછી હવે બોલિવૂડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીનો હોસ્પિટલમાંથી પહેલો વિડીયો સામે આવ્યો છે. આ વાત સાંભળીને ફેન્સ ખૂબ ખુશ થઇ ગયા છે. દિગ્ગજ અભિનેતાની અચાનક તબિયત બગડતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોલકત્તાની એપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. આ વચ્ચે અભિનેતાના ખબર અંતર પૂછવા માટે બીજેપી નેતા સુકાંત મજૂમદાર પહોંચ્યા હતા.
સોશિયલ મિડીયામાં મિથુન ચક્રવર્તીનો હોસ્પિટલમાંથી પહેલો વિડીયો સામે આવ્યો છે જે એએનઆઇએ એક્સ પર પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં બેડ પર સુતેલા જાવા મળી રહ્યા છે. આ દરમિયાન ડોક્ટર્સ સાથે વાત કરતા જાવા મળી શકે છે. વિડીયોમાં ડોક્ટર એક્ટર મિથુનને એમના હેલ્થ અપડેટની માહિતી આપી રહ્યા છે. આ દરમિયાન મિથુન પોતે પણ ડોક્ટરની સાથે વાત કરી રહ્યા છે. આ વિડીયો પરથી સ્પષ્ટ જાવા મળી રહ્યુ છે કે લાખો લોકોના દિલમાં રાજ કરનાર મિથુન ચક્રવર્તીનું સ્વાસ્થ્ય ધીરે-ધીરે સુધારા પર છે.
એક્ટર મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ ક્યારે મળશે એ વાતની જાણ અત્યાર સુધીમાં કોઇ નથી, પરંતુ આ વિડીયો જાયા પછી ફેન્સ અને ચાહકોને રાહત થઇ છે. કોલકાતાની એપોલો હોસ્પિટલમાં મિથુન ચક્રવર્તીને મળવા બીજેપી નેતા ચીફ સુકાંતા મજુમદાર અને પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી પણ પહોંચ્યા છે. એક્ટરને વિડીયોમાં એમની સાથે વાત કરતા જાઇ શકાય છે.
છેલ્લા ૧૫ દિવસોથી અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતામાં ફિલ્મ શા†ીના શૂટિંગમાં વ્યસ્ત હતા. વિવેક અગ્નિહોત્રીની મુવી ધ કાશ્મીર ફાઇલ્સ પછી મિથુન ચક્રવર્તી છેલ્લે બાર બંગાળી ફિલ્મ કાબુલીવાલામાં જાવા મળ્યા હતા. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં રિટાયર્ડ આઇએએસના રોલમાં અદા કરવા માટે એમને બેસ્ટ સપો‹ટગ એક્ટર માટે ફિલ્મફેર એવોર્ડથી નવાજમાં આવ્યા હતા. મિથુન ચક્રવર્તીની એક્ટિગ પર અનેક ફેન્સ ફિદા થઇ જતા હોય છે.