બગસરાના જુની હળીયાદ ગામે મિત્રની બર્થ ડે પાર્ટીમાં બોલાચાલીના મનદુઃખમાં ઠપકો આપતાં દાતરડી વડે માર માર્યો હતો. ખપાળીથી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે પ્રવિણભાઈ બાલાભાઈ દાફડા (ઉ.વ.૩૫)એ હરેશભાઈ જયંતીભાઈ દાફડા, ગૌતમભાઈ જયંતીભાઈ દાફડા, ગોવિંદભાઈ મનજીભાઈ દાફડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ તેમના પુત્ર ધ્રુવીલ તથા તેના ભત્રીજા કાના સાથે તેના મિત્રની બર્થ ડે પાર્ટીમાં બોલાચાલી ઝઘડો કર્યો હતો. જે બાબતે તેઓ તથા તેના સાળા આરોપીને મીઠો ઠપકો આપવા જતાં સારું નહોતું લાગ્યું અને ઉશ્કેઈને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાના ઈરાદે તલવારનો ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. ઉપરાંત દાતરડી વડે શરીરે માર માર્યો હતો. તેમજ લાકડાના હાથાવાળી ખપાળી વડે ગભીર ઈજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.જે. ગીડા વધુ તપાસ કરી રહ્યા છે.









































