ક્રિકેટની દુનિયામાં કેપ્ટન કૂલ તરીકે પ્રખ્યાત ટીમ ઈન્ડિયાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશ્વનાં મહાન ક્રિકેટરોમાં એક ગણાય છે. એમ એસ ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે આઇસીસીનાં ત્રણેય મોટા ખિતાબ જીત્યા છે. ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ તે હજુ પણ કરોડો યુવાનો માટે રોલ મોડલ છે અને તેમને જીવનમાં કંઈક મોટું કરવા માટે પ્રેરણા આપે છે. ધોનીનાં પ્રશંસકોમાં માત્ર ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા લોકો જ નથી પરંતુ અન્ય રમતો સાથે જોડાયેલા લોકો પણ આ લિસ્ટમાં આવે છે. આ કડીમાં અમેરિકન પ્રોફેશનલ રેસલર જોન સીનાનું નામ પણ આવે છે.
ભારતીય ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોનીની લોકપ્રિયતા માત્ર ભારત સુધી સિમિત નથી. તે આજે પણ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઈમેજ ધરાવે છે. જેનું તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, થોડા મહિના પહેલા ભારતીય સુકાની વિરાટ કોહલીની એક વિચિત્ર તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા બાદ, ડબ્લ્યુડબ્લ્યુઇ નાં દિગ્ગજ જોન સીનએ ભૂતપૂર્વ સુકાની એમએસ ધોનીની આવી જ એક તસવીર શેર કરી છે. ૧૬-વખતનો ડબ્લ્યુડબ્લ્યુઈ ચેમ્પિયન કોઈપણ ‘સ્પષ્ટીકરર્ણ આપ્યા વિના તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વિવિધ સેલિબ્રિટીની તસવીરો શેર કરવા માટે જોણીતો છે. આ વખતે પણ તેણે તસવીરમાં કોઇ કેપ્શન લખ્યુ નથી. ધોનીની આ તસવીર ટી ૨૦ વર્લ્‌ડકપ ૨૦૨૧ દરમિયાનની છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં ધોની કોઈની સાથે હાથ મિલાવવા હાથ લંબાવતો જોવા મળે છે. જો કે જોન સીનાએ આ તસવીર સાથે કોઈ કેપ્શન નથી લખ્યું. આ તસવીર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.