અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા અણધાર્યા માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા અચાનક વરસાદથી કપાસ, મગફળી, તલ, જુવાર તેમજ શાકભાજી પાકોમાં ભારે નુકસાન નોંધાયું છે. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના ખેતીકાર્ય તથા પાક કાપણીના કામમાં અવરોધ ઊભો થયો છે. આ સંજોગોમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણીને પત્ર લખી તાત્કાલિક પગલાં લેવાની માંગ
કરી છે.





































