અમરેલીમાં છેલ્લા બે દિવસ દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યા બાદ આજે માવઠા અંગેની હવામાન ખાતાએ શક્યતા દર્શાવતા વાતાવરણમાં તેની અસર જાવા મળી હતી. માવઠાની શક્યતાના પગલે આજે શહેરમાં ઠંડીનું જાર ઘટતું અનુભવાયું હતું અને લોકોએ શિયાળાની ઋતુમાં હુંફનો અહેસાસ કર્યો હતો.