અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ માવઠાના કારણે ખેડૂતોને થયેલી આર્થિક નુકસાની માટે સહાય જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં તાજેતરમાં અતિભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર થયેલ મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, કઠોળ વિગેરેને વ્યાપક નુકસાન થયેલ છે. શિયાળાની ઋતુમાં હાલ કમોસમી વરસાદ ચાલું છે જેના કારણે ખેડૂતોને ખુબ મોટું નુકસાન થયું છે. જિલ્લામાં સર્વત્ર ૫ થી ૧૦ ઇંચ જેટલો સતત વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને, મચ્છી સંપદાઓ તેમજ મીઠાના અગરિયાઓને પણ ભારે પ્રમાણમાં નુકસાન થયેલ છે. આથી સત્વરે જરૂરી સર્વે કરાવીને તેનું વળતરનું ચુકવવું જોઇએ. આ અંગેની રજૂઆત કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી તથા કૌશિકભાઈ વેકરીયા, મંત્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ અને અમરેલી જિલ્લા કલેકટરને મોકલી છે.






































