બગસરા તાલુકાના માવજીંજવા ગામે વાડીની વાડ મુદ્દે માથાકૂટ થઈ હતી. બનાવ અંગે બાવચંદભાઈ સાવલીયાએ અમૃતભાઈ પોપટભાઈ વઘાસીયા સામે ફરિયાદ નોંધાવી હતી. બાવચંદભાઈ અને અમૃતભાઈની વાડી બાજુ-બાજુમાં આવેલી છે અને તેમના ખેતર વચ્ચે રસ્તો આવેલ છે. સામાવાળાના ખેતરમાં કેટકીની વાડ ફેલાઇ ગયેલ હોય તેઓ સરખી કરતા હતા ત્યારે તેમને તમે આ વાડ તમારા ખેતર ફરતે વાવેલ છે તે સરખી કરો છો પણ આ રસ્તા ઉપર આવેલી છે તે કાપીને સરખી નથી કરતા. તે તમે કાપીને સરખી કરો જેથી અમારે હાલવા ચાલવામાં નડતર ન થાય આવો ઠપકો આપતા તેમને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા જેથી ગાળો બોલવાની ના પાડતા તેમને મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.