બગસરાના માવજીંજવા ગામે જમીનનું દબાણ દૂર કરાવ્યું હતું. જેનો ખાર રાખી મૂંછો મરડીને જાહેરમાં અપશબ્દો કહ્યા હતા. બીપીનભાઈ નનુભાઈ પાઘરા (ઉ.વ.૩૫)એ દિવ્યેશગીરી ઉર્ફે લાલો ગોસાઇ, કુલદીપપરી ગોસાઇ, શૈલેષપરી ગોસાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, આજથી આશરે એકાદ મહિના પહેલા માવજીંજવા ગામની જમીનનું દબાણ દુર કરાવ્યું હતું. જેનું મનદુઃખ રાખી આરોપી સામે મૂછો મરડવા લાગ્યો હતો અને જાહેરમાં અશ્લીલ શબ્દો કહ્યા હતા. જેથી તેમણે આવું બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને શરીરે મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.ટી બળસટિયા વધુ તપાસ કરી રહ્યા
છે.