બગસરા તાલુકાના માવજીંજવા મુકામે નિર્મિત સેવા સંન્યાસ આશ્રમના પવિત્ર પટાંગણમાં તા.૧૦ના રવિવારે પૂ.સ્વામીજીના શિષ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીપ પ્રાગટય અને મંત્રોચ્ચાર સાથે રકતદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વામીજીએ પોતાના પ્રવચનમાં માનવસેવા, પરોપકાર તેમજ શિવભકિત વિશે પ્રકાશ પાડયો હતો. આ પ્રસંગે આયોજીત રકતદાન કેમ્પમાં ૧૦૧ રકતદાતાઓએ રકતદાન કરીને માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડયું હતું.