અમરેલી-ચલાલા રોડ પર માળીલા ગામ પાસે બે ફોર વ્હીલની ટક્કર થઈ હતી. જોકે તેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ. છતડીયા ગામે રહેતા અનિલભાઈ ગોવિંદભાઈ રાઠોડએ અમદાવાદ પાસિંગની ફોર વ્હીલ નંબર જીજે-૦૧-એચએલ-૩૧૦૮ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ શાંતાબેન ગોવિંદભાઈ રાઠોડ તથા સાહેદ સુઝીતાબેન અનિલભાઈ રાઠોડ પોતાની ફોર વ્હીલ ગાડી નં.ય્ત્ન-૧૩-ઝ્રઝ્ર-૭૮૬૬ લઈને જતા હતા તે દરમિયાન સામેથી રોંગ સાઈડમાં આવેલ ય્ત્ન-૦૧-ૐન્-૩૧૦૮ ના ચાલકે તેમની કારને ટક્કર મારી હતી. જેમાં તમામને ઈજા થઈ હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રાજકમલ ચોક પાસે એક ઓટો રીક્ષા ચાલક ટ્રાફિકને અડચણરૂપ થતાં મળી આવ્યો હતો.