અમરેલીના વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે રહેતા વિશાલભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, ભોગબનનાર પોતાના પિતાના ઘરે આંટો મારવા આવ્યા હતા. તે વખતે ચા પાણી પીધા પછી ઘરકામ બાબતે સમજાવતા મનીષાબેનને સારું નહોતું લાગ્યું અને આવેશમાં આવી બાથરૂમમાં જતા રહ્યા હતા. જ્યાં પોતાની મેળે એસિડની બોટલમાંથી થોડું એસિડ પી લેતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી એએસઆઈ એ.પી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. માળીયા ગામે રહેતી એક મહિલાને સવારથી મુંજારો થતો હતો, ગભરામણ થતી હોવાથી ક્યાંય ગમતું નહોતું. જેથી આવેશમાં આવીને થોડું ફિનાઇલ પી લેતાં સારવારમાં ખસેડાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.