ધારી તાલુકાના માલસીકા તેમજ બોરડી ગામે રૂ.૯૦ લાખના ખર્ચે બનનાર પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ધારી તાલુકા ભાજપના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો તેમજ ગામના સરપંચ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.