ધારીના માલસીકાથી ગીગાસણ ગામે ૩ કરોડના ખર્ચે બનનારી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનું ધારાસભ્ય કાકડીયાએ ખાતમુહૂર્ત કર્યું હતું. તેમની સાથે ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઇ જોષી, જિલ્લા પંચાયતના સભ્ય અને ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયતના સભ્ય ભુપતભાઈ વાળા, જિલ્લા પંચાયતના સભ્ય કમળાબેન ભુવા તથા તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઇ અંટાળા તથા માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન હર્ષદભાઈ રાવલ, માલસીકા તથા ગીગાસણના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.