માલસિકા ગામમાં સરપંચની અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકની ચૂંટણી થવાની હતી. તે સંદર્ભે જ્ઞાતિમાં એકતા વધે તે હેતુથી સરપંચ માટેની આ જગ્યા બિનહરીફ કરાવવા માટે સમાજના આગેવાનોએ તાલુકાભરના અગ્રણીઓ મનસુખભાઈ દાફડા વેકરીયાપરા, હિંમતભાઈ ખેતરીયા વેકરીયાપરા, રાજુભાઈ અને સાગરભાઇ દાફડા વેકરીયાપરા, દિનેશભાઈ દાફડા, માલસિકા ગામના સરપંચ પદના દાવેદાર લાલજીભાઈ દાફડા તેમજ સરપંચના પ્રતિનિધિ તરીકે બિનહરીફ થયેલા દયાબેનના પતિ બાબુભાઈ પરમાર તેમજ માલસિકા ગામના છેલ્લા ૨૫ વર્ષથી સરપંચ તરીકે અગ્રીમ હરોળમાં કાયમ માટે જવાબદારી નિભાવતા તે ગામના વતની અને અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભુપતભાઈ વાળાના સહયોગથી સરપંચની આ બેઠક બિનહરીફ કરાવી હતી.







































