રાષ્ટિપતિ મોહમ્મદ મુઈઝુના ભારત વિરોધી નિવેદનો અટકવાનું નામ નથી લઈ રહ્યું. મુઈઝુએ કહ્યું કે માલદીવ નાનો દેશ નથી. હિંદ મહાસાગરમાં ટાપુ રાષ્ટિની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવાયેલા પગલાંથી કોઈ બહારના પક્ષની ચિંતા ન થવી જાઈએ.
ચીન તરફી નેતા મુઈઝુની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતીય સૈન્ય કર્મચારીઓની પ્રથમ બેચ દ્વીપ રાષ્ટિ છોડી ચૂકી છે. આ લશ્કરી કર્મચારીઓને ભારતીએ ભેટમાં આપેલા હેલિકોપ્ટરને ચલાવવા માટે માલેમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
દેશના ટોચના પદ પર પહોંચતા પહેલા મુઈઝુએ દેશમાં ઈન્ડીયા આઉટ અભિયાન શરૂ કર્યું હતું. આ પછી, ગયા વર્ષે નવેમ્બરમાં તેઓ ટાપુ રાષ્ટિના રાષ્ટિપતિ બન્યા. રાષ્ટિપતિ બનતાની સાથે જ તેમણે ભારતને ટાપુ રાષ્ટિમાંથી લગભગ ૯૦ સૈનિકો પાછા ખેંચવા કહ્યું હતું.
રાષ્ટિપતિ કાર્યાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં એવું કહેવાય છે કે મુઈઝુએ માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ એર કોર્પ્સ અને માનવરહિત એરિયલ વ્હીકલના લોન્ચિગ માટે આયોજિત સમારોહમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, માલદીવ નાનો દેશ નથી અને તે પોતાના અધિકારક્ષેત્ર પર નજર રાખવામાં સક્ષમ છે.
કોઈપણ દેશનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, માલદીવ એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટિ છે. માલદીવના અધિકારક્ષેત્ર પર દેખરેખ રાખવા માટે કોઈ બહારના પક્ષે ચિંતા ન કરવી જાઈએ. તેમણે માલદીવના આત્મનિર્ભરતા તરફ આગળ વધવાના અને દરેક પાસાઓમાં સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટિ રહેવાના મહત્વ પર ભાર મૂક્યો, એમ નિવેદનમાં જણાવાયું છે.
મુઈઝૂએ કહ્યું કે અલગ અલગ વિચારધારાઓ હોવા છતાં માલદીવની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ સમગ્ર વસ્તીના સામાન્ય હિતમાં હોવું જાઈએ. તેમણે કહ્યું કે આનાથી માલદીવના તમામ દેશો સાથેના ગાઢ સંબંધોમાં અવરોધ નહીં આવે. ચીન તરફી નેતાએ પુષ્ટિ કરી હતી કે ૧૦ મે પછી કોઈપણ ભારતીય સૈન્ય કર્મચારી તેમના દેશની અંદર હાજર રહેશે નહીં.