દિશા પરમાર હાલ સીરિયલ બડે અચ્છે લગતે હૈ ૨માં વ્યસ્ત છે, જેમાં તે ‘પ્રિયા’નું પાત્ર ભજવી રહી છે. જો કે, વ્યસ્તતાની વચ્ચે તેણે થોડો બ્રેક લીધો છે અને ખાસ બહેપણીઓ સાથે વેકેશન મનાવવા માટે માલદીવ્સ પહોંચી ગઈ છે. એક્ટ્રેસ ત્યાંના એક લક્ઝુરિયસ હોટેલમાં રોકાઈ છે અને ફૂડ તેમજ મ્હ્લહ્લની કંપની એન્જાય રહી છે. દિશા પરમાર આ સાથે ત્યાંથી સ્વિમવેઅરમાં તેની હોટ તસવીરો પણ ફેન્સ સાથે સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી રહી છે. ફન ટાઈમની ઝલક દેખાડતાં એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દરિયામાંથી સ્ટાઈલમાં બહાર આવતી જોવા મળી રહી છે, તેણે પિંક કલરનું સ્વિમવેઅર અને કૂલ સનગ્લાસિસ પહેર્યા છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે ‘સ્ટ્રેટ આઉટ બેવોચ’. એક્ટ્રેસની પોસ્ટ પર કોમેન્ટ કરતાં તેના એક ફ્રેન્ડે લખ્યું છે ‘રાહુલ વૈદ્ય જલ્દીથી જલ્દી માલદીવ્સ પહોંચી જો’. આ સિવાય માલદીવ્સમાં દિશાનું આ નવું વર્ઝન ફેન્સને પણ ગમી રહ્યું છે. તેમણે પોસ્ટ પર ‘હોટ’ અને ‘સુંદર’ જેવી કોમેન્ટ ડ્રોપ કરી પ્રેમ વરસાવ્યો છે. દિશા પરમારે તેના વેકેશનમાંથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન કલરના સુંદર શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. સાથે તેણે શિમરી લોન્ગ ઈયરરિંગ્સ પહેરી છે અને હેન્ડબેગ કેરી કરી છે. દિશા પરમારે શેર કરેલી અન્ય પોસ્ટમાં તે વ્હાઈટ કલરના લોન્ગ ટ્રાન્સપરન્ટ ગાઉનમાં છે. તેણે દરિયાકિનારે સુંદર પોઝ આપ્યા છે. સાથે લખ્યું છે ‘સી એન્જલ. દિશા પરમારે આ સિવાય ત્યાંના દરિયામાં ફ્રેન્ડ્‌સ સાથે સ્વિમિંગ કર્યું હતું અને શેમ્પેઈન પણ પીધી હતી. જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. દિશા પરમાર ‘બડે અચ્છે લગતે હૈ ૨’માં વ્યસ્ત છે, જેમાં તે નકુલ મહેતાના ઓપિઝિટમાં જોવા મળી રહી છે. એક્ટર ‘રામ’નું પાત્ર ભજવી રહ્યો છે. સીરિયલ આ જ નામથી બનેલી અને રામ કપૂર તેમજ સાક્ષી તન્વર સ્ટારર સીરિયલની સીક્વલ છે. ઓરિજિનલ પ્રિયા એટલે કે સાક્ષી તન્વરે હાલમાં શોના બે એપિસોડનું શૂટિંગ કર્યું હતું અને દિશા પરમાર પર પ્રેમ વરસાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘દિશા પ્રિયાના પાત્રને આગળ લઈ ગઈ છે. મને મળીને મજો આવી, તે મીઠડી છોકરી છે. તે પ્રિયાનું પાત્ર સારી રીતે ભજવી રહી છે. મને લાગે છે કે નવા રામ અને પ્રિયા, નકુલ અને દિશા શોને નેકસ્ટ લેવલ પર લઈ ગયા છે’