માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આગામી ૭ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન ભારતની રાજકીય મુલાકાતે આવશે. ભારતની આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી.
જયસ્વાલે કહ્યું કે માલદીવના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી બંને દેશો વચ્ચેનો સહયોગ અને લોકો સાથે મજબૂત સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે મુઇઝુ તેમની ભારત મુલાકાત દરમિયાન બિઝનેસ પ્રોગ્રામ માટે મુંબઈ અને બેંગલુરુની મુલાકાત પણ લેશે.
તેમણે કહ્યું કે માલદીવ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડા. મોહમ્મદ મુઈઝૂ ૭ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન ભારતની રાજ્ય મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ ડો. મુઇઝ્ઝુની ભારતની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. તેઓ અગાઉ જૂન ૨૦૨૪માં વડાપ્રધાન અને મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.
તેમણે કહ્યું, ‘માલદીવના વિદેશ મંત્રીની તાજેતરની માલદીવની મુલાકાત બાદ માલદીવના રાષ્ટÙપતિની ભારતની મુલાકાત, ભારત માલદીવ સાથેના તેના સંબંધોને કેટલું મહત્વ આપે છે તેનો પુરાવો છે, અને આ મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને મજબૂત બનાવશે. અને લોકો સાથેના સંબંધોને વધુ વેગ મળવાની અપેક્ષા છે.
માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયની પ્રેસ રિલીઝ અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર આમંત્રણ બાદ તેઓ ભારતની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન, મુઇઝુ રાષ્ટÙપતિ મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવાના છે. આ ચર્ચા દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અને બંને દેશો વચ્ચે લાંબા ગાળાના સંબંધોને વધુ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ મુલાકાત દરમિયાન મોહમ્મદ મુઈઝુની સાથે માલદીવના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ડા. મુઇઝૂ એવા દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે પ્રતિબદ્ધ છે જેઓ માલદીવના વિકાસ અને વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેનાથી દેશ માટે ગતિશીલ અને સક્રિય વિદેશ નીતિ સુનિશ્ચિત થાય છે.”