અમરેલી જિલ્લામાં પોલીસે બે સ્થળેથી ૧૪ જુગારીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ખાંભા તાલુકાના જુના માલકનેસ ગામે મફતપરા વિસ્તારમાં ખોડિયાર માતાના મંદિર પાસે કેટલાક ઇસમો જુગાર રમતાં હોવાની મળેલી બાતમી બાદ એલસીબી ટીમે રેઇડ પાડી હતી. જેમાં ૧૧ ઇસમો ૨૪૬૫૦ રોકડા, ૧૦ મોબાઇલ મળી કુલ ૬૫,૬૫૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. વડિયાના ભુખલી સાંથળી ગામે સ્કૂલની પાછળ શેરીમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતાં ત્રણ ઇસમો રોકડા ૧૮૦૦ સાથે ઝડપાયા હતા. વડિયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એમ.જે.અડતરીયા વધુ તપાસ કરી રહ્યા છે.