મહેસાણા જિલ્લામાં સરકારી વિભાગમાં ભ્રષ્ટાચારનો નવો કેસ સામે આવ્યો છે, જેમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરાએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ડી.આર. પટેલ સામે ગુન્હો નોંધ્યો છે. આ કેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ના સમયગાળાની તપાસ  દરમિયાન સામે આવ્યો છે, જેમાં પટેલને અપ્રમાણસર રીતે ૩૭,૦૫,૫૧૭ રૂપિયાની મિલકત મળી આવી હોવાના આરોપો છે. હાલમાં ડ્ઢઇ પટેલ મહેસાણા માર્ગ અને મકાન વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. છઝ્રમ્ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાએ આ ફરિયાદ નોંધાવી છે, જેમાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર અસંપત્તિના કલમો હેઠળ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.આ કેસની તપાસ દરમિયાન એસીબીએ ડીઆર પટેલની આર્થિક સ્થિતિની ઊંડી તપાસ કરી જેમાં તેમની કમાણીની તુલનામાં અપ્રમાણસર મિલકતની વિગતો મળી આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ મિલકતમાં જમીન, મકાન અને અન્ય અસ્કયામતોનો સમાવેશ થાય છે, જેનું કુલ મૂલ્ય ૩૭ લાખથી વધુ રૂપિયા છે. તપાસમાં જાણવા મળ્યું કે, આ મિલકત પટેલની કાર્યકાળ દરમિયાનના સમયગાળામાં મેળવવામાં આવી હતી, જે તેમની પગાર અને કાનૂની કમાણીથી નહીં મળી શકે તેવી છે. આ આરોપો ભ્રષ્ટાચાર અધિનિયમ (પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ)ની કલમ ૧૩(૧)(બી) અને ૧૩(૨) હેઠળ આવે છે, જેમાં અપ્રમાણસર અસંપત્તિ અને ભ્રષ્ટાચારના આરોપોનો સમાવેશ થાય છે.ડીઆર પટેલ પર આરોપ છે કે, તેઓએ વિભાગીય કાર્યોમાં અનિયમિતતા કરીને અને લાંચ લઈને આ મિલકત મેળવી છે. તપાસમાં તેમના બેંક એકાઉન્ટ્‌સ, મિલકત દસ્તાવેજા અને વ્યવહારોની તપાસ કરવામાં આવી છે.એસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, આ તપાસમાં વધુ વ્યક્તિઓની સંડોવણીની શક્્યતા છે અને જા જરૂરી હોય તો વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં પટેલને હાજર થવાની નોટિસ આપવામાં આવી છે અને તેમની મિલકત પર પણ નજર રાખવામાં આવી રહી છે.