દેશમાં વાહન અકસ્માતની ઘટનાઓમાં ભારે ઉછાળો આવ્યો છે. પોલીસ દ્વારા આ બાબતે જાગૃતતા લાવવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે પરંતુ આમ છતાં દેશમાં અનેક લોકો અકસ્માતે મોતને ભેટે છે. જેથી જે લોકો અકસ્માતે મોતને ભેટેલા છે તેઓ માટે બાબરા પોલીસ દ્વારા વિશ્વ શ્રધ્ધાંજલિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો અને મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી લોકોને ટ્રાફિકના નિયમો વિશે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાબરા પી.આઈ. ઝાલા સહિત પોલીસ કર્મચારીઓ અને ગ્રામજનો જાડાયા હતા.