રાજુલા તાલુકાનાં ખેડૂત ખાતેદારોને તાલપત્રી તથા દવા છંટકાવ પંપમાં સહાય આપવા માર્કેટ યાર્ડર્-રાજુલાનાં જનરલ બોર્ડમાં નિર્ણય કરવામાં આવેલ હતો. ગત સમયમાં બજાર સમિતિ-રાજુલામાં પડેલુ ફંડ ખેડૂતોનાં હિતમાં અને ખેડૂતો માટે જ વપરાય તે માટે આ વર્ષે પણ માર્કેટ યાર્ડર્-રાજુલાનાં તા.૨૮નાં જનરલ બોર્ડમાં નિર્ણય કર્યા મુજબ રાજુલા તાલુકાનાં ખેડૂત ખાતેદારભાઈઓને આર્થિક રીતે મદદરૂપ થવાનાં હેતુથી તાલપત્રી તથા દવા છંટકાવ પંપમાં સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ યોજનાનો ખેડૂતભાઈઓ બહોળી સંખ્યામાં લાભ લે તે માટે માર્કેટ યાર્ડ-રાજુલાની જનરલ બોર્ડ મિટિંગમાં ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ, પીઠાભાઈ નકુમ, કનુભાઈ કલસરીયા, અમરીશભાઈ વરૂ, મનુભાઈ ધાખડા, ખીમજીભાઈ જીંજાળા, માધુભાઈ વોરા, રમેશભાઈ વસોયા, છગનભાઈ ધડુક, જસુભાઈ સોડવડીયા, રાજેશભાઈ પરસાણા, ધીરૂભાઈ રાદડીયા, દુલાભાઈ વાવડીયા, હુસેનભાઈ સેલોતની ઉપસ્થિતિમાં નક્કી કરવામાં આવેલ છે.