રાજુલા પંથકમાં એક યુવક સાથે “મારે તારી પત્ની સાથે અફેર છે” તેમ કહી ગાળો બોલી ઝઘડો કર્યો હતો. બનાવ સંદર્ભે ધારેશ્વર ગામે રહેતા યુવકે રાજુલામાં રહેતા દિપકભાઈ ધાખડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીને તેના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. તેની પત્ની છેલ્લા ત્રણેક મહિનાથી રિસામણે હતી. જે વાતનું મનદુઃખ રાખી આવ્યો હતો અને પોતાની ઓળખાણ આપી મારે તારી પત્ની સાથે અફેર છે તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી ઝગડો કર્યો હતો. તેમજ ઝપાઝપી કરી મુંઢ ઇજા કરી અને છરીનો એક ઘા મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.










































