રાજુલાના વડલી ગામે રહેતા એક વકીલને તેના જ કુટુંબીજને છરીનો ઘા મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે વકીલાતનો ધંધો કરતાં શૈલેષભાઈ ભગાભાઈ બાબરીયા (ઉ.વ.૨૭)એ હિતેષભાઈ લાખાભાઈ બાબરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ત્રણ દિવસ પહેલા રાત્રે તેઓ પાનના ગલ્લે ઉભા હતા ત્યારે આરોપીએ આવીને મારું વોરંટ કેમ કઢાવ્યું છે તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢ માર મારીને છરીનો ઘા ઝીંકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.