શ્રીલંકાના નવનિયુક્ત પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે આગામી બે મહિના સૌથી મુશ્કેલ હોવાની ચેતવણી આપતા કહ્યું કે તેમનો લક્ષ્ય કોઇ વ્યક્તિ, પરિવાર કે સમૂહને નહીં પણ સંકટગ્રસ્ત દેશને બચાવવાનો છે. તેમનો ઇશારો રાજપક્ષે પરિવાર અને તેના પૂર્વ પ્રભાવશાળી નેતા મહિંદા રાજપક્ષે તરફ હતો. ગત સપ્તાહે પ્રધાનમંત્રી બન્યા પછી ટીવી પર પ્રસારિત રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં યૂનાઇટેડ નેશનલ પાર્ટી (યૂએનપી) ના નેતા વિક્રમસિંઘે કહ્યું હતું કે શ્રીલંકાની સમૃદ્ધિ સીમામાં રહેલા પેટ્રોલ, કાચા તેલ, ભઠ્ઠી તેલના ખેપોના પેમેન્ટ માટે ખુલ્લા બજોરથી અમેરિકી ડોલર ભેગા કરાશે. મહિંદા રાજપક્ષેના રાજીનામા પછી વિક્રમસિંઘ શ્રીલંકાના ૨૬માં પ્રધાનમંત્રી બન્યા છે.
વિક્રમસિંઘે કહ્યું કે હું ખતરનાક પડકાર લઇ રહ્યો છું. મેં ખીલાવાળા બુટ પહેરી રાખ્યા છે જેને હટાવી શકાય નહીં. હું પોતાના દેશના માટે આ પડકારનો સ્વીકાર કરું છું. મારું લક્ષ્ય અને સમર્પણ કોઇ વ્યÂક્ત, પરિવાર કે પાર્ટીને બચાવવી નથી. મારો ઉદ્દેશ્ય આ દેશના બધા લોકો અને ભાવી પેઢીના ભવિષ્યને બચાવવી છે. તેમણે ચેતવણી આપી કે આગામી બે મહિના આ વર્તમાન આર્થિક સંકટમાં સૌથી મુશ્કેલી ભર્યા રહેશે.
તેમણે કહ્યું કે આગામી એક-બે મહિના આપણા જીવનમાં સૌથી મુશ્કેલ ભર્યા રહેશે. આપણે કેટલીક કુર્બાની આપવા અને આ કાળના પડકારોનો સામનો કરવા માટે પોતાને તૈયાર કરવા જોઈએ. વિક્રમસિંઘે કહ્યું કે હાલ શ્રીલંકાની અર્થવ્યવસ્થા ઘણી જોખમપૂર્ણ સ્થિતિમાં છે અને દેશને જરૂરી સામાન માટે લાગેલી લાઇનો ઓછી કરવા માટે આગામી બે ચાર દિવસોમાં ૭.૫ કરોડ ડોલર મેળવવા પડશે.
તેમણે કહ્યું કે હાલ આપણી પાસે ફક્ત એક દિવસનો પેટ્રોલ ભંડાર છે. ભારતના ઋણ સુવિધાના કારણે ડીઝલની અછતથી નિપટી લેવામાં આવશે. કાલ પહોંચેલા ડીઝલના જથ્થાના કારણે ડીઝલની અછતનો કેટલાક અંશે ઉકેલ આવ્યો છે. ભારતીય ઋણ સુવિધાથી બે બીજો જથ્થા ૧૮ મે અને એક જૂન સુધી પહોંચવાના છે. આ સિવાય પેટ્રોલના બે જથ્થા ૧૮ અને ૨૯ મે ના રોજ આવવાની સંભાવના છે. શ્રીલંકામાં વીજળીનો એક ચોથાઇ તેલથી ઉત્પન થાય છે જેથી પ્રતિ દિવસ વીજળી કાપ ૧૫ કલાક રહેશે.