ધારીમાં એક યુવક પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે નિલેશભાઈ વરમોરા (ઉ.વ.૩૦)એ આંબાભાઈ વરમોરા તથા બાવાભાઈ વરમોરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ નિલેશભાઈ ગામમાંથી આવીને ઘરે પોતાનું વાહન પાર્ક કરતા હતા ત્યારે આંબાભાઈ પોતાના હાથમાં કુહાડી લઇ પાસે આવ્યા હતા અને મેં તારૂ લગ્ન કરાવેલ છે તેમ છતાં તું કેમ મારી સાથે વેવાર રાખતો નથી તેમ કહી જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો દેવાની ના પાડતા માથાના ભાગે કુહાડીનો એક ઘા માર્યો હતો. જેથી તેમને બચાવવા તેમના નાનાભાઇ તથા પિજી આવતા બાવાભાઈએ હાથમાં લાકડી લઇ આવી ઘા માર્યા હતા. ઉપરાંત તેમના નાનાભાઇને બન્ને આરોપીઓએ ઢીકાપાટુ વડે શરીરમાં મુંઢ ઇજા પહોચાડી તથા તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.