સુરતના ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે સજોનું એલાન થશે. દોષિત ફેનીલને આજે કોર્ટ સજો સંભળાવાઈ છે. ગ્રીષ્માને આખરે ન્યાય મળ્યો છે. કોર્ટે આરોપી ફેનીલને ફાંસીની સજો સંભળાવી છે. નામદાર જજ વિમલ કે વ્યાસએ ફેનિલને આ સજો સંભળાવી છે. ચાર્જશીટના ૭૦ દિવસ બાદ જ ચુકાદો આવ્યો છે. ન્યાય મળતા જ ગ્રીષ્માના પરિવારજનો રડી પડ્યા હતા, આખરે તેમની દીકરીને ન્યાય મળ્યો હતો. ગ્રીષ્માના પિતાએ ચુકાદા બાદ કહ્યુ કે, આ ચુકાદાથી હુ ખુશ છું. મારી દીકરીને ન્યાય મળ્યો છે. મને પોલીસ અને સરકારે બહુ જ સહકાર આપ્યો, તેનાથી અમને સંતોષ છે.
ગ્રીષ્માના પિતા પિતા નંદલાલ વેંકરીયા અને પરિવાજનોએ આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આમને ન્યાય તંત્ર પર પૂરો વિશ્વાસ છે. હત્યારાને ફાંસીની સજો થવી એ જ અમારી પહેલાથી જ માંગ રહી
છે. અને પોલીસ તેમજ પ્રશાસને અમને ખુબજ સાથ સહકાર આપ્યો છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.આ પ્રસંગે તેમની આંખમાંથી આંસુ સરી પડયા હતાં.