કાનપુરનાં યુવા ખેલાડી કુલદીપ યાદવે ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી છે. કુલદીપ યાદવે ૨૫ માર્ચ ૨૦૧૭નાં રોજ ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ તોફાન સર્જ્‌યું હતું. જા કે તે છેલ્લા ૨ વર્ષથી ઈજાનાં કારણે ક્રિકેટથી દૂર છે. તે આ માટે ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન ધોનીને જવાબદાર ગણે છે.
કુલદીપ યાદવ ભારતનાં સ્ટાર સ્પિનરોમાંથી એક છે. એક સમયે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની સ્પિન જાડી ભારતની સૌથી ખતરનાક જાડી માનવામાં આવતી હતી. આ જાડી કુલચા તરીકે જાણીતી હતી. જ્યારે લોકો તેને તેના જન્મદિવસ પર યાદ કરે છે, ત્યારે તે વાત પણ યાદ આવે છે કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે હેટ્રિક લેનાર પ્રથમ બોલર છે. તે વનડેમાંં સૌથી ઝડપી ૧૦૦ વિકેટ લેનાર વિશ્વનાં ૧૫ બોલરોમાંનો એક છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે સીડનીનાં મેદાનમાં ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કુલદીપ યાદવની કારકિર્દી સારી રીતે ચાલી રહી નથી. તેની કારકિર્દીમાં સતત ઘટાડો થતો જાવા મળ્યો છે. તે છેલ્લા ઘણા મહિનાઓથી ઈજા સાથે પણ ઝઝૂમી રહ્યો છે. કુલદીપ યાદવ ઈજામાંથી સાજા થઈને મેદાનમાં પરત ફરશે તેવી તમામને આશા છે.
આ બોલરની કારકિર્દીમાં અચાનક ઘટાડો કેમ આવ્યો તે એક મોટો પ્રશ્ન છે. આનો જવાબ તેણે પોતે એક ઈન્ટરવ્યૂમાં આપ્યો હતો. કુલદીપ યાદવે મીડિયા સામે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે તેની કારકિર્દીમાં પતનનું એક મોટું કારણ મહેન્દ્ર સિંહ ધોની છે. આપને નવાઇ લાગશે કે કેમ તેના માટે ધોની જવાબદાર? પણ અમે તમને અહી જણાવી દઇએ કે, ધોની જવાબદાર એટલે તેના દ્વારા નિવૃત્તિનો લેવાયેલો નિર્ણય. કુલદીપ યાદવે કહ્યું કે, ધોનીનાં નિવૃત્તિ પછી તેને ધોનીનું માર્ગદર્શન અને ધોનીની સલાહ મળવાનું બંધ થઈ ગયું છે. તે હજુ પણ મેદાન પર ધોનીનું માર્ગદર્શન યાદ કરી રહ્યો છે. ધોનીની ગાઈડલાઈન્સનું જ પરિણામ હતું કે તે સતત વિકેટો લઈ રહ્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦નાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. કુલદીપ યાદવ હજુ પણ મેદાન પર ધોનીને યાદ કરી રહ્યો છે. નોંધનીય છે કે, બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર કુલદીપ યાદવને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. કુલદીપ યાદવનાં કોચ કપિલ પાંડેએ કુલદીપ યાદવનાં ક્રિકેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જ્યારે કુલદીપને ૨૦૧૪માં અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારત તરફથી રમવાની તક મળી ત્યારે તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંડર ૧૯ વર્લ્ડકપમાં તેના શાનદાર પ્રદર્શનથી, તેણે દરેક તક પર તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. કુલદીપ ૨૦૧૫ ICC અંડર-૧૯ ક્રિકેટ વર્લ્ડકપમાં રમ્યો હતો. આ મેચમાં તેણે પોતાની હેટ્રિકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારથી કુલદીપે ક્યારેય પાછું વળીને જાયું નથી. કુલદીપે ૨૫ માર્ચ ૨૦૧૭નાં રોજ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૯માં વિશાખાપટ્ટનમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં કુલદીપ યાદવે હેટ્રિક લઈને પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો હતો. કુલદીપ ODIમાં બે હેટ્રિક લેનારો પ્રથમ ભારતીય બોલર છે.