અમરેલીના તરવડા ગામે બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. કલ્પેશભાઈ રમેશભાઈ રાઠોડે કિશાભાઇ નાથાભાઇ ચામડીયા, નાથાભાઇ દાનાભાઇ ચામડીયા તથા મંજુલાબેન નાથાભાઇ ચામડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કિશાભાઈ નાથાભાઈ ચામડીયા તેમના ઘર પાસે આવી કહેવા લાગેલ કે ‘તું ગોરધનભાઇને મારા વિરુધ્ધ વારંવાર કેમ ફરિયાદ કરે છે અને મેં મકાનની દિવાલ બજારમાં બનાવેલ છે તેમા તારે શુ લેવાદેવા’ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી. જે બાદ ત્રણેય જણા સાથે મળી તેમની સાથે ઝઘડો કરતા હતા તે સમયે ઉશ્કેરાઇ જઇ ઇંટનો છુટ્ટો ઘા માથાના પાછળના ભાગે મારી ઇજા કરી હતી. અન્ય બે આરોપીએ તેમને પકડી રાખી ઢીકાપાટુથી માર મારી તેમજ બન્ને હાથના ખંભા ઉપર નખોરીયા મારી ઇજા કરી હતી. તેમજ મોબાઈલ ફોન નીચે પડી જતા લઇ ગયા હતા તેમજ ત્રણેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મંજુલાબેન નાથાભાઈ ચામડીયાએ કલ્પેશભાઈ રમેશભાઈ રાઠોડ, ઉષાબેન કલ્પેશભાઈ રાઠોડ તથા બે અજાણી મહિલા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ તેમના ઘર પાસે આવી કહેવા લાગેલ કે ‘તમો ગેરકાયદેસર દિવાલ ચણો છો’ તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી હતી. તેમજ માથાના ભાગે લાકડાના ધોકાનો એક ઘા મારી મુંઢ ઇજા કરી હતી. તેમજ છુટા હાથની મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને કેસની તપાસ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. ડામોર કરી રહ્યા છે.