ધારીના આંબરડી ગામના હાલ અમદાવાદ રહેતા એક વેપારીને તેમના જ ગામના વેપારીએ મારા જમીનના બાકી પૈસા આપી દે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે હાલ અમદાવાદના નિકોલમાં રહેતા મૂળ આંબરડી ગામના ખોડીદાસભાઈ છગનભાઈ કોલડીયા (ઉ.વ.૫૨)એ દેવકુભાઈ દાદભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને ફોન કરીને મારા જમીનના બાકી પૈસા આપી દે તેમ કહી ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ એસ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.