જાફરાબાદના વડલી ગામે એક યુવકને મારા ખેતરમાં ભેંસો ચલાવતા નહીં તેમ કહી મુંઢમાર મારવામાં આવ્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાવતભાઈ દોલુભાઈ વાળા (ઉ.વ.૩૭)એ કનુભાઈ દોલુભાઈ વાળા, તેજલબેન કનુભાઈ વાળા તથા કસુબેન દોલુભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને તમે મારા સાત વિઘાના ખેતરમાં ભેંસો કેમ ચલાવો છો, હવે મારા ખેતરમાં ભેંસો ચલાવતાં નહીં તેમ કહી ગાળો આપી, ઉંધા લોખંડના ધારીયાનો ઘા માર્યો હતો. ઉપરાંત અન્ય આરોપીએ દાતરડું અને લાકડી મારી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.