ખાંભાના સમઢીયાળા-૨ ગામે મારા ખેતરના રસ્તે કેમ ચાલો છો કહી ગાળો બોલી, ઝાપટ મારીને મુંઢ માર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે ભગવાનભાઈ ભોળાભાઈ વાઘ (ઉ.વ.૩૮)એ ભાવેશભાઈ માણસુરભાઈ વાઘ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના મોટાબાપુજીના દીકરા શીવાભાઇ નગાજણભાઇ વાઘ રહે.સમઢીયાળા-૨ વાળાના રસ્તેથી તેમના ખેતરે જવાનો રસ્તો આવ્યો હતો. જેથી ત્યાંથી તેમનો પરિવાર ચાલતો હતો. જે સામાવાળાને સારૂ નહીં લાગતા તેઓ પીપાવાવ કંપનીમાં નોકરીએ જતા હતા ત્યારે તેમને ‘‘મારા ખેતરના રસ્તે કેમ ચાલે છે?’’ તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી, ઝાપટ મારીને વાંસાના ભાગે મુંઢમાર માર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.