લોક કલાકારોના ડાયરાની ફી અને ટેક્સનો મુદ્દો સોશિયલ મીડિયામાં જારદાર જામ્યો છે. ડાયરામાં દુહા-છંદની રમઝટની તો કોઈ પૂછી નથી રહ્યું ચર્ચા થઈ રહી છે તો ફક્ત ડાયરામાં લોક કલાકારોને મળવા વાળી ફીની…પરષોત્તમ પીપળીયાએ તો માયાભાઈ આહિર અને કિર્તીદાન સામે મોરચો ખોલી દીધો છે. પરષોત્તમ પીપળીયાએ કહ્યું કે માયાભાઈ આહિરે તોછડી ભાષામાં ડાયરામાં વાત કરી હતી. માયાભાઈ આહીર અને કિર્તીદાન પ્રજાના ટેક્સના પૈસાથી ડાયરા કરે છે. ડાયરામાં જે પૈસા તેમને મળ્યા છે તે રાજકોટ મનપાએ આપ્યા છે. અને રાજકોટ મનપામાં જે પૈસા આવે છે તે પ્રજાના ટેક્સના રૂપિયા છે. જેથી માયાભાઈ અને કિર્તીદાન પ્રજાના ટેક્સના રૂપિયાથી પગાર મેળવે છે.
માયાભાઈએ એક ડાયરામાં કહ્યું કે જે લોકો ટેક્સ ભરતા નથી તે વીડિયો બનાવે છે તેવું કહ્વું યોગ્ય નથી. માયાભાઈ અને કિર્તીદાન પ્રજાને જે શીખામણ આપી રહ્યા છે તે યોગ્ય નથી. પરષોત્તમ પીપળીયાની સોશિયલ મીડિયા પોસ્ટે વિવાદનું તાપમાન વધારી દીધું છે રાજકોટ મનપાએ માયાભાઈ આહિરને ૩.૫૦ લાખ ચૂકવાયાની વિગત આવી સામે આવી છે. જ્યારે કિર્તીદાન ગઢવીને બે ડાયરા માટે ૧૦ લાખ ચૂકવાયા હોવાની વિગત સામે આવી છે. આપને જણાવી દઈએ કે સુરતમાં યોજાયેલા ડાયરાના કાર્યક્રમ દરમિયાન માયાભાઈ આહીરે વીડિયો બનાવવાની પ્રવૃત્તિને લઈને કરેલી ટિપ્પણીઓ ચર્ચામાં આવી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક ડાયરાના વાયરલ વીડિયોમાં માયાભાઈ એવું કહેતા સંભળાય છે કે કેટલાક લોકો રેશનિંગનું અનાજ ખાતા હોય, ક્યારેય ટૅક્સ ભર્યો ન હોય અને છતાં કહે છે કે તમે અમારા ટૅક્સમાંથી પગાર ખાવ છો.વિવાદની શરૂઆત માયાભાઈ આહિરના એક નિવેદનથી થઈ હતી, જેમાં તેમણે ટેક્સ ભરવા બાબતે જનતાને ઉદ્દેશીને કેટલીક ટિપ્પણી કરી હતી. માયાભાઈએ તોછડી ભાષામાં કહ્યું હતું કે, “જે લોકો ટેક્સ ભરતા નથી, તેઓ વીડિયો બનાવે છે.” તેમની આ વાત પ્રજાને પચતી નથી અને અનેક લોકોએ તેને પ્રજાનું અપમાન ગણાવ્યું છે. પરષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા શાસકો અને કલાકારો બંનેને આડે હાથ લીધા છે. તેમનો આક્ષેપ છે કે, જનતાના ટેક્સના પરસેવાની કમાણીમાંથી કલાકારોને આટલી મોટી રકમ કેમ ચૂકવવામાં આવે છે?પરષોત્તમ પીપળીયાની પોસ્ટ બાદ રાજકોટ મનપાના ચોપડા ખુલતા કેટલીક વિગતો સામે આવી છે. માયાભાઈ આહિર તેમને મનપા દ્વારા ડાયરા માટે ૩.૫૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કિર્તીદાન ગઢવીને તેમને બે ડાયરા માટે ૧૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે. આ આંકડાઓ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું લોકકલાના નામે પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વ્યય કરવો યોગ્ય છે?લોકોનું માનવું છે કે, જે કલાકારો આજે ટેક્સ અને પ્રામાણિકતાની શીખામણ આપી રહ્યા છે, તેઓ પોતે જ પ્રજાના ટેક્સના પૈસા પર ‘લીલાલહેર’ કરી રહ્યા છે. દુહા-છંદની રમઝટમાં વ્યસ્ત રહેતા કલાકારો હવે ટેક્સ અને ફીના વિવાદમાં ફસાયા છે. લોકોનો આક્રોશ એ વાતનો છે કે કલાકારનું કામ લોકોને આનંદ આપવાનું છે, નહીં કે તેમને આ રીતે ઉતારી પાડવાનું કે ટેક્સ બાબતે જ્ઞાન આપવાનું. દુહા-છંદ અને લોકસાહિત્યની ગરિમા જાળવવાને બદલે હવે આ મામલો સોશિયલ મીડિયા પર કોના સૂરમાં કેટલો દમ છે, તેના બદલે કોના ખિસ્સામાં પ્રજાના કેટલા પૈસા ગયા, તે તરફ વળી ગયો છે.