અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. વડીયાના રોહીતભાઈ જાદવભાઈ ઢોલરીયા (ઉ.વ.૪૩)એ જાહેર કર્યા મુજબ, તેમના કાકા, પિતા અને માતા બાબાપુર ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તેમના પિતા બાઈક ચલાવી આવતા હતા આ દરમિયાન લુણીધાર રેલવે ફાટકથી માયાપાદર ગામ પાસે વળાંક વાળા રોડ પર પહોંચતા કોઇ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે આવી તેમના પિતાને ટક્કર મારી હતી. જેમાં તેમના પિતાનું મોત થયું હતું તથા માતાને શરીરે નાની મોટી તથા ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એેએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.