રાજકોટમાં દિવાળીના તહેવાર પર માનેલા ભાઈએ બહેનની ૧૭ વર્ષની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરતાં મામા-ભાણેજના સબંધ લજવ્યાં હતાં. દુષ્કર્મનો બનાવ સામે આવત ખળભળાટ મચી ગયો હતો. યુનિ. રોડ પર રહેતી મહિલાએ ફરીયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી દિલીપ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી હતી. ફરિયાદી મહિલા સાથે યુનિ. રોડ પર આવેલ એક હોસ્પિટલમાં સાથે જ નોકરી કરતાં શખ્સે મહિલાના ઘરે એકલતાનો લાભ લઇ પુત્રી સાથે બળજબરી કરી હતી.
બનાવ અંગે યુનિવર્સિટી રોડ પર રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિલીપ મધુ ચૌહાણ (રહે. રાજકોટ) નામના શખ્સનું નામ આપતાં યુની. પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણીના પતિનું બે વર્ષ પહેલાં અવસાન થયેલ છે. હાલ તે તેની ૧૭ વર્ષની પુત્રી સાથે રહે છે. તે યુનિ. રોડ પર આવેલ કિડની હોÂસ્પટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી ચાર વર્ષથી કરે છે. તેમની સાથે આરોપી દિલીપ ચૌહાણ પણ સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોય જેથી બંને પરીચયમાં આવ્યાં હતાં અને બાદમાં બંને વચ્ચે ભાઈ-બહેનના સબંધ બંધાતા તેણીએ તેને ધર્મનો ભાઈ બનાવી રાખડી પણ બાંધતી હતી.
બાદમાં તેમના પતિનું અવસાન થયું હતું. જ૩ બાદ તેણીની સગીર પુત્રી પણ ક્યારેક ક્યારેક હોસ્પિટલે સાથે આવતી હતી. જેથી આરોપી અને તેની પુત્રીની ઓળખાણ થઈ હતી અને મામા-ભાણેજ ઓળખતા થયાં હતાં. તે દરમિયાન આરોપી એક-બે વખત તેમની ઘરે જમવા પણ આવ્યો હતો. જે બાદ ગઈ તા.૪ ના ફરિયાદી તેમના ઘરે પહોંચી ત્યારે ત્યાં એક કેન પડ્યું હતું.
જેથી તેણીએ કેન વિશે પુત્રીને પૂછતાં ભાંગી પડેલ સગીરાએ રડતી આંખે જણાવ્યું હતું કે, આરોપી દિલીપે તું ઘરે ન હતી ત્યારે ઘરમાં ઘસી આવી ધરારીથી દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત થોડાં દિવસ પહેલાં પણ બળજબરી કરી દુષ્કર્મ કરી કોઈને વાત ન કહેવા ધમકી આપી હતી.
પુત્રી સાથે બનેલ બનાવની વાત સાંભળતાં તેમની નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોતે પુત્રી સાથે પોલીસ મથકે પહોંચી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી યૂની. પોલીસે ગુનો નોંધી પીઆઈ કે. જે.કરપડા અને ટીમે આરોપી દિલીપ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.