ઉતરાખંડમાં માન્યતા વિના ચાલી રહેલ મદરેસાઓની ઉપર કાર્યવાહીની તલવાર લટકી રહી છે લધુમતિ વિભાગના મંત્રી ચંદનરામ દાસે વિના માન્યતા ચાલી રહેલ મદરેસાઓ પર કાર્યવાહી કરવા માટે કમિટિની રચના કરવાનો નિર્દેશ વિભાગના અધિકારીઓને આપ્યો છે.જયારે રાષ્ટ્રગીતને લઇ મંત્રીનું કહેવુ છે કે શિક્ષા વિભાગની માન્યતા વિના ચાલી રહેલ મદરેસાઓ પર નિયમ લાગુ કરી શકાય નહીં
મંત્રી ચંદન રામ દાસે કહ્યું કે તેમને સતત ફરિયાદો મળી રહી હતી કે વિના માન્યતાના મદરેસા ચાલી રહ્યાં છે જેને કારણે મદરેસાઓથી પાસ આઉટ થનારા બાળકોને છઠ્ઠા ધોરણમાં એડમિશન મળી રહ્યાં નથી જેને કારણે તેમણે પ્રદેશના તમામ મદરેસાઓના શિક્ષા વિભાગથી માન્યતા લેવા માટે કમિટીની રચના કરવા માટે નિર્દેશ આપ્યા
મંત્રીએ કહ્યું કે પ્રદેશની ૪૨૫માંથી ૧૨૯ મદરેસાઓને સરકાર ગ્રાન્ટ આપી છે.કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી મદરેસાઓને બજેટ આપવામાં આવે છે જે મદરેસા વિના માન્યતાથી ચાલી રહી છે તે મદરેસાઓનું બજેટ રોકવામાં આવશે
જયારે મદરેસાઓમાં રાષ્ટ્રગીત ગાવાને લઇ મંત્રી ચંદન રામ દાસે કહ્યું કે પ્રદેશમાં વિના શિક્ષણ વિભાગની માન્યતાના મદરેસા ચાલી રહ્યાં છે તો પછી શિક્ષા વિભાદના નિયમ મદરેસાઓ પર કેવી રીતે કરવામાં આવે આથી પહેલા મદરેસાઓને શિક્ષણ વિભાગની માન્યતા અપાવવામાં આવશે ત્યારબાદ તમામ નિયમ મદરેસાઓ પર લાગુ કરવામાં આવશે.