ફ્રાંસના ડા. ઈમિલકુએ પોતાના ચિકિત્સાલયમાં રોગીને શાંત ભાવમાં લાવીને ઉંઘાડતા હતા. ઉંઘતા પહેલા રોગીને શાંતભાવમાં લાવીને ઉંઘાડતા હતા. ઉંઘતા પહેલા રોગીને મંત્રના રૂપમાં કેટલીય વખત ઉચ્ચારણ કરાવતા હતા. ‘હું દરરોજ વધુને વધુ સ્વસ્થ થઈ રહ્યો છું’ આ આત્મનિર્દેશ સુતી વખતે સીધો જ પોતાના અચેતન મનમાં પ્રવેશ કરતો હતો અને ઉંઘ પૂરી થયા બાદ જાગતી વખતે રોગીને આરામ લાગતો હતો. આ અભ્યાસ નિયમિત કરવાની રોગીને સૂચના આપતા હતા. તેઓ કહે છે કે, આપણા અચેતન મનમાં અપાર શક્તિ છે. તેની સાથે જોડાવાથી ચમત્કારિક કાર્ય કરવાની ઈચ્છા વ્યક્તિમાં આવી જાય છે. મનુષ્યનું મન વાસનાઓને કારણે મલિન થાય છે.
મન મલિન થવાને કારણે ઈર્ષા, દ્વેષ, ભય, શોક વગેરે આવેગોનો અનુભવ થવાથી પાચનક્રિયા, શ્વાસો-શ્વાસની ગતિ, હૃદયની ધડકન વગેરે જીવન ઉપયોગી ક્રિયાઓ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે અને મનુષ્ય તનથી અને મનથી રોગી બની જાય છે. જ્યારે શાંત મન હોય ત્યારે આપણો અહં નષ્ટ થાય છે. કર્તાભાવ સમાપ્ત થઈ જાય છે. ત્યારે મનુષ્ય બ્રહ્માનંદના અમૃતસ્ત્રોત સાથે જોડાઈ જાય છે. તેમજ મનુષ્ય ધર્મ માર્ગનું અનુસરણ કરીને જપ, તપ વગેરે દ્વારા બ્રહ્મ સાક્ષાત્કાર યોગ્ય બની જાય છે.
પ્રસિધ્ધ મનોચિકિત્સક તથા ભારતીય આધ્યાત્મ દર્શનના પ્રેમી ડા.ચાલ્સયુંગનું કહેવું છેકે જે મનુષ્યે પૂજા ઉપાસનાથી ચેતન મનને શાંત કરવા તથા અચેતન રૂપથી ઈશ્વરીય તત્વ સાથે જોડાવાનું શીખી લીધું. તેણે સ્વસ્થ રહેવાની જીવનકળા શીખી લીધી ગણાય. તે માણસ સમાજને ઉપયોગી થઈ શકે.
આજના વૈજ્ઞાનિકોએ તરંગોના પ્રભાવનું અધ્યયન કરીને એ સિધ્ધ કરી આપ્યું છે કે, જીવન એક પ્રતિધ્વનિ છે. વિતરાગી સંત મહાત્માઓના સંપર્કથી મનુષ્યને આધ્યાત્મિક પથ પર ચાલવાની ઈચ્છા થાય છે.
અતૃપ્ત આત્માઓ સાથે નિર્બળ મન જલ્દીથી જોડાઈ જાય છે. જેનાથી રોગ અને તૃષ્ણાની વૃધ્ધિ થાય છે. તેથી જ સત્સંગ એક જીવન ચિકિત્સા પ્રણાલી છે.
તુલસી કૃત રામચરિત માનસમાં કહેવાયુ છે કે,
“ એક ઘડી આધી ઘડી આધીમેં પુનિ આધ!
સાધુ સંગત કીજીયે ટળે કોટી અપરાધ” !!
સત્સંગથી કરોડો અવગુણો દૂર થાય છે. તેથી જ કહેવાયું છે કે ‘સત્સંગ તેવો રંગ’, મનુષ્યે સાવધાનીપૂર્વક મિત્રો બનાવવા જોઈએ. સારા સંગથી અભ્યુદય થાય અને દુર્ગુણયુક્ત અપરાધિક માનસ ધરાવતા મનુષ્યોના સંગથી પતન થાય છે. ગુણહિનને દિવ્ય આત્માઓનું જ્ઞાન થતું નથી. તે સત્ય સ્વરૂપ આત્માને જોડવાની કળા જાણતા નથી. ગુણહિન મનુષ્યો ચિંતા લઈને સુવે છે અને ચિંતા લઈને જાગે છે. જ્યારે સજ્જનો ઉંઘમાં પરમાત્મા સાથે જોડાય છે અને નવી તાજગી સાથે ઉઠે છે. શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેનું દૈનિક કાર્ય કરે છે. મનુષ્ય જેવું બોલે છે, કે કરે છે. તેવું જ વાતાવરણ તેને ચારે તરફથી પ્રાપ્ત થવા લાગે છે. કારણ કે જીવન એક પ્રતિધ્વનિ છે.
મનુષ્ય જે દાન કરે છે તે કેટલાય ગણું વધીને આપણી પાસે આવે છે. પૃથ્વીમાં એક બીજ વાવ્યુ હોય તો પ્રકૃતિ સેંકડો બીજ બનાવીને પાછા આપે છે. પ્રકૃતિ, ધરતી એ મનુષ્યની માતા છે. આપણે હિન્દુઓ શ્રધ્ધા અને ઉપાસનાની દ્રષ્ટિએ ધરતીમાતા (પૃથ્વી) ને જોઈએ છીએ. જ્યારે પાશ્ચાત્ય દેશોના લોકો સંઘર્ષ કરીને તેના પર વિજય કરવાનું વિચારે છે. તેથી તેઓ શાંતિ અને અધ્યાત્મથી દૂર રહે છે.
અવિદ્યાથી રોગ, શોક, મૃત્યુ અને ભય ઉત્પન્ન થાય છે અને દિવ્ય વિદ્યાથી અમૃત તત્વની પ્રાપ્તિ થાય છે. મનુષ્યનું સાચું બળ એ વાત પર નિર્ભર નથી કે તેની પાસે શું ભૌતિક સાધનો છે અને શું નથી પરંતુ એ વાત પર નિર્ભર છે કે તેનો નિશ્ચય કેટલો અડગ છે. “જો કોઈ વ્યક્તિનો નિશ્ચય કોઈ કાર્ય કરવામાં અડગ હોય તો માનસિક તરંગો તે નિશ્ચયને સફળતા તરફ લઈ જશે.” (ક્રમશઃ) hemangidmehta@gmail.com