“બેટા…., આપણે કયાં જ્યોતિને લખી દીધું છે કે આ રૂમ તારો. જા, આ બધું જ તારૂં છે. જ્યોતિને તો આપણે માનવતાની રૂએ એક રૂમ ફક્ત રહેવા માટે જ આપ્યો છે. વળી રૂમમાં છે તે પલંગ, તે કબાટ, ડ્રેસિંગ ટેબલ એ બધું જ બધું તારૂં જ છે. તું તારે નિરાંતે એ રૂમમાં બે – ત્રણ દિવસ રહે. ને આવી વાતમાં મને પૂછવાનું હોય ?” બા બોલ્યાં, બાના આવા શબ્દોથી દામાને અત્યારે ખૂબ ખૂબ શાંતિ થઇ હતી. તેનું મન મહેંકી ઊઠ્યું.
અર્ધો કલાક હિંડોળા પર બેસીને દામાએ સમય વિતાવ્યો પછી એ જ્યોતિના રૂમમાં ધીમેથી દાખલ થયો. અને બા પણ ડેલીને અંદરથી બંધ કરી દઇ તેના રૂમમાં જઈ માળા ફેરવવા માંડ્યા હતા.
દામલ જ્યોતિના રૂમમાં દાખલ થતાંની સાથે જ ખૂબ આનંદિત થયો. કોણ જાણે કેમ એ કમરામાં તેને જ્યોતિના શરીરની મીઠી મીઠી મહેક, સુગંધ આવી રહી હતી. આખાયે કમરામાં કોઇ વૈભવી પમરાટ પ્રસરી રહ્યો હોય તેમ તેણે અનુભવ્યું પછી પલંગ પર આડા પડી, આમ – તેમ પડખા પણ તેણે ફેરવી જાયા, પોચા પોચા તકિયાને બથમાં ભરી ખૂબ દબાવ્યા તેની સાથે મૂંગી મૂંગી વાતો પણ કરી લીધી.
અંતે થાકીને…પલંગ પરથી તે ઊભો થયો, કમરાના બારણાને અંદરથી બંધ કર્યુંર્ અને પછી તે બાથરૂમમાં ગયો. પેલો પારદર્શક કિંમતી ગાઉન જે પાઇપ પર લટકી રહ્યો હતો ત્યાં તે પહોંચ્યો અને નાક પાસે એ ગાઉન રાખી ખૂબ ઊંડેથી શ્વાસ તેણે લીધો ને જાણે તે સમાધિમાં સરી પડયો.
માનવ મનને સમજવું ખૂબ જ અઘરૂં છે. કહેવાય છે કે માનવમાત્ર પ્રેમમાં પ્રવેશે ત્યારે તેના મનોભાવ ખૂબ જ વિચિત્ર અને કઢંગા પણ હોઈ શકે. સમાજમાં સજ્જન તરીકે ને એકાંતમાં તેની અંદરૂની ચેષ્ટા નવાઇ પમાડે તેવી પણ હોય શકે છે. આવું બધું તેની તીવ્ર વેદના દ્વારા ઊભરી આવે. એ વ્યક્તિ જાણે કે કોઇ બીજી જ દુનિયામાં હોય તેમ અનુભવે પણ છે.
આવા જ કોઇ સિધ્ધાંત અનુસાર હવે દામાએ કોઇ નવીન ચેષ્ટા ચાલુ કરી. તેણે તેના અંગ પરના વસ્ત્ર એક પછી એક એમ કાઢવા શરૂ કર્યા. અવતરણ સમયે માનવ દેહની જે સ્થિતિ હોય તેવી સ્થિતિમાં દામો ટટ્ટાર ઊભો રહ્યો. પોતાના શરીરનાં વિકસેલા અંગ અંગ પર તેની નજર ફરતી રહી. નરી આંખે, સભાન અવસ્થામાં તેણે બધું જાયું પછી, મરક મરક તે હસ્યો ત્યાં તો તરત જ આવું થતાં તે શરમાઇ ગયો.
પરંતુ આજે તે તેના મનોપ્રદેશમાં ચાલતા વિચારોને રોકી ન શક્યો અને એવા જ કોઇ એક વિચારને તેણે અમલમાં મૂકવા પ્રયાસ કરવા માંડયો એટલે તો તેના હાથ ધીમે ધીમે આગળ વધ્યા. પેલા પારદર્શક એટલે કે આમ તો અર્ધપારદર્શક કિંમતી ગાઉનને તેણે તેના હાથમાં લીધો ફરી નાક પાસે રાખી એક ઊંડો શ્વાસ લીધો. પછી કશીય કોઇની પરવા કર્યા વગર એ ગાઉન તેણે તેના શરીર પર ધારણ કરી લીધો.
ફક્ત એક જ વાર દામલે જ્યોતિને આ ગાઉન પહેરેલી જાઇ હતી. ત્યારે તેને જ્યોતિ અસલ પરી જેવી લાગી હતી. સ્વર્ગની અપ્સરા જ જાણે. એવો એ ગાઉન જે જ્યોતિના શરીરને અડયો હોય, તેનાં ઉપસેલા અંગોને ચોંટયો હોય… એ ગાઉન અત્યારે પોતાના શરીરને ચડયો, ઉપસતા અંગોને ચોટી ગયો તે તેણે નજરે જાયું…. એ સાથે તો તેના દેહમાં કંઈ અજબ પ્રકારની ઝણઝણાટી થવા લાગી.
પોતાના આવા કસાયેલા પુરૂષ દેહ પર સ્ત્રીનો રાત્રિપોષાક એવો ગાઉન પોતે ધારણ કરેલો દામલ જોયો ત્યારની એની સ્થિતિ, એનો દેખાવ, એનો આંતરિક ભાવ કેવો હશે ?
ધાર્મિક ક્ષેત્રે દાસભાવમાં રંગાયેલા કોઇ સંત આવી ચેષ્ટા કરે તો સમાજ આખો તેને સ્વીકારી લે છે, કોઇ ગોપી બને તો પણ છૂટ… ધર્મમાં આવું ચાલે. એક સંત મહાત્માએ તો આજીવન સ્ત્રીનો પોષાક પહેરી જન્મ સફળ કરેલો. (ક્રમશઃ)