અંતરિક્ષ વિજ્ઞાનમાં અને માનવ ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે જ્યારે કોઈ માનવસર્જિત યાન સૂરજના વાયુમંડળમાં પહોંચ્યું હોય. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના પાર્કર સોલર પ્રોબે સૂરજના ઉપલા વાયુમંડળમાં પ્રવેશ કરી લીધો છે. સૂરજના ઉપરના વાયમંડળને કોરોના કહેવાય છે. અહીંથી સૂરજના કણો અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંલગ્ન આંકડા મેળવાયા છે.જા કે યાન હજી સુધી સૂરજની નજીક પહોંચ્યું નથી. તેણે હજી સૂરજની નજીક પહોંચવાનું બાકી છે.
આનંદની વાત એ છે કે સૂરજની આટલી નજીક પહેલી વખત કોઈ યાન પહોંચ્યું છે. જા કે તેણે હજી વધારે નજીક પહોંચવાનું બાકી છે. આ વર્ષના પ્રારંભમાં જ પાર્કર યાન કોરોનાની અંદર જઈ નીકળી ગયુ હતુ. આ પ્રવાસ ઘણો ટૂંકો હતો. તે સમયે સૂરજની સપાટીથી તેનો અંતર ૧.૩૩ કરોડ કિલોમીટર હતું. ૧૪ ડિસેમ્બરે નાસાએ જણાવ્યું હતું કે તેમનું યાન સૂરજના કોરોનામાં પ્રવેશ કરવાની સફળતા મેળવી ચૂક્યું છે.
હાલમાં સૂરજથી તેનું અંતર ૭૯ લાખ કિલોમીટર છે. જા કે પાર્કર યાને સૂરજથી સૌથી વધારે નજીક પહોંચવામાં વધારે ચાર વર્ષ રાહ જાવી પડશે.પાર્કર સોલર પ્રોબ ૨૦૧૫માં સૂરજની સપાટીથી અત્યંત નજીક હશે. તે સમયે તેનું અંતર ૬૧.૧૫ લાખ કિ.મી. હશે. તેના પછી આ યાનનું શું થશે તે ન તો નાસાએ જણાવ્યું છે અને ન તો કોઈ ખગોળવિદે તેના અંગે ભવિષ્યવાણી કરી છે. પરંતુ યાને સૂરજના વાયુમંડળમાં પહોંચીને ઇતિહાસ રચી દીધો છે. યાન સૂરજના વાયુમંડળમાં પહોંચતા ત્રણ મોટા રહસ્યો પરથી પડદો હટશે.
પાર્કર મુખ્યત્વે ત્રણ બાબતોની તપાસ કરશે. પહેલું કોરોનામાં વહેતી ઊર્જા અને ગરમીની ગણતરી તથા સૌર હવાઓના લહેરની ગતિ વગેરે. બીજું સૂરજના મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રના માળખા અને ડાઇનેમિક્સનો અભ્યાસ કરવો, ત્રીજું સૂરજમાંથી નીકળતા આણ્વિક કણોની ઉત્પત્તિ, વહાવ અને તેના વ્યવહારને ચકાસવાનો સમાવેશ થાય છે. આ ત્રણેય અભ્યાસ ધરતીને સૌર તોફાનથી બચવામાં મદદ કરશે.